Friday, December 16, 2022

સ્વમુલ્યાંકન માં વિદ્યાર્થીના નામ નથી ઉમેરાતા

 શુ તમારે પણ તમારા વિદ્યાર્થી ના નામ સ્વમુલ્યાંકન માં નથી ઉમેરાતા

તો હવે ચિંતા કરવાની જરૂર નથી નિકુલ રાઠવા એજ્યુકેશન ઇન્ફો તમારા આ પ્રશ્નનું નિરાકરણ લાવી દીધું છે

Swift chat એપ માં સ્વમુલ્યાંકન માં વિદ્યાર્થીનું નામ add કરવાનો option ના આવે તો નીચે ની લિંકને chrome browser માં ખોલો તેમાં લોગીન કરીને સ્વમુલ્યાંકન boat ખોલો એમાં નીચે સ્ક્રોલ કરતા add student option જોવાં મળશે.

લિંક પર ક્લિક કરો


https://web.convegenius.ai/home


અહીં ક્લિક કરો


 


માહિતી ગમે તો અમારા બ્લોગને like કરો અને share જરૂર કરજો.

આભાર


Friday, December 6, 2019

workplace માં જોડાવા માટે

સૌ પ્રથમ નીચે ની લિંક પર click કરો


ત્યાર બાદ નીચે મુજબ mobile નંબર નાખો


ત્યાર બાદ  નીચે મુજબ otp આવશે એ નાખો

ત્યાર બાદ નીચે મુજબ નો acces code copy કરો


rexb utec gtux thrn

ત્યાર બાદ workplace app install કરી આ code નાખો..

જો workplace app install ના હોય તો play store માં જઈને કરી શકો છો.

પોસ્ટ ગમે તો share કરો...


આભાર..






Monday, November 25, 2019

26 nov બંધારણ દિન...

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતનું શાસન બંધારણને આધારે ચાલે છે. આ બંધારણને ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ ડો. બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ ૧૦૮૧ દિવસના પરિશ્રમ બાદ તૈયાર કર્યુ હતું. બંધારણ તૈયાર કરવા માટે રૂ.૬.૨૪ કરોડનો તે સમયે ખર્ચ થયો હતો. બંધારણ તૈયાર થયા બાદ તેની સોંપણી ૧૯૪૯ના ૨૬ નવેમ્બરે કરવામાં આવી હોવાથી આ દિવસને સંવિધાન સ્વીકાર દિવસ ગણાવાય છે. 


ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે.તેમાં અત્યારે ૪૬૫ અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે. તે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે. નિર્માણ સમયે મૂળ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગો અને ૮ અનુસૂચિ હતી. બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરુપનું માળખુ તૈયાર કરવામાં આવ્યું છે જેનું સ્વરુપ કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ ૭૯ અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા બે સભાઓ છે જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્ય સભા છે. બંધારણની કલમ ૭૪ (૧)માં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની સહાયતા તથા તેને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે જેના પ્રમુખ વડાપ્રધાન હશે, રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. 


બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહે છે. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી.]સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી. જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી.

નવોદય ના ફોર્મ ભરવાનું શરૂ

જવાહર નવોદય ના ધોરણ 5 માં admistion ભરવા અહીં કલિક કરો 2024