Wednesday, June 25, 2014

■  ધોરણ ૧૧ અને ૧૨ સાયન્સ બીજા સેમેસ્ટરનું પરિણામ આવતા સપ્તાહે  


આ પરીક્ષા ગત એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પરીક્ષા લેવાઇ હતી. જેમાં રાજ્યમાંથી ૧.૨૮ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની ગુણ ચકાસણીની અરજીની કામગીરીમાં ચાલી રહી છે. જેમાં સ્ટાફ રોકાયો હોવાથી પરિણામ જાહેર કરાયું નથી.  રાજ્યભરમાંથી વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-૨માં ૧,૨૮,૨૭૮ પૈકી ૧,૨૮,૧૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ ૨૮ જૂનના રોજ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકશે.

No comments:

Post a Comment